પાટણ દ્વારા દિવ્યાંગ બાળકોને સ્વેટર અને પતંગનું વિતરણ કરાયું

પાટણ
પાટણ

ઉતરાયણની પૂર્વ સંધ્યાયે ખાસ 21 પ્રકારના દિવ્યાંગ બાળકો જેમાં કુલ ચાર ક્લસ્ટર બગવાડા , દુધા રામપુરા ,નાણાવટી અને વનરાજ ના કુલ 60 બાળકોને સ્વેટર વિતરણ અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ખેતીવાડી અધિકારી એસ. એસ. પટેલ,પ્રમુખ ઝેડ.એન. સોઢા , મંત્રી વિનોદ સુથાર તથા પ્રોજેક્ટ ચેરમેન રો.કમલેશ મોદી રો .હરેશ પટેલ, રો. હિતેશ સોની ક્લબ ટ્રેનર રો.બાબુભાઈ પ્રજાપતિ ઉપરાંત જયરામ પટેલ ,રાજેશ મોદી, રો. વિનોદભાઈ જોશી, પરેશભાઈ પટેલ , ઘેમરભાઈ દેસાઈ, મહેન્દ્ર પટેલ , બિરેન પટેલ, હિતેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

બી.આર.સી. મીનાબેન પટેલ બગવાડા પગાર કેન્દ્રના આચાર્ય યજ્ઞેશભાઇ સહિત મોટી સંખ્યામાં સ્પેશિયલ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ દ્વારા કરવામાં આવેલ બાળકોના ચહેરા ઉપર રહેલા સ્મિત જોઈને સૌ રોટરી પરિવારના મિત્રો પ્રભાવિત થયા હતા. સમાજના દરેક વ્યક્તિએ દિવ્યાંગ બાળકની ચિંતા અને ચિંતન કરવું જોઇએ.તો સરસ્વતી તાલુકાના કાસા ગામે આવેલી શ્રી એસ.પીઠાકોર સર્વોદય વિદ્યાલય ખાતે પતંગોત્સવ યોજાયો.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ શ્રી એસ.પી.ઠાકોર સાર્વોદય વિદ્યાલય કાંસા ખાતે મકરસંક્રાંતિ પવૅ ને લઇ શનિવારે પતંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ પૂર્વક પતંગોત્સવ મા ભાગ લીધો હતો. શાળાના વિશાળ મેદાનમાં બાળકોએ પતંગ ચગાવી આનંદ કર્યો હતો. બાદમાં JETCO દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે રાખવાની કાળજીની વિગતે ચર્ચા કરી હતી અને દરેક બાળકને આચાર્ય દશરથભાઇ મોદી દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટ વિતરણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.