સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રૂ.1.76 લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપ્યા

પાટણ
પાટણ

સિદ્ધપુર હાઈવે પર સરસ્વતી નદીના પુલ પાસેથી બાતમીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રૂ.1.76 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કાર અને તેમાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ પાંચ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનની સાંચોર બોર્ડરથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા કડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે જેથી પોલીસે પંચોને સાથે રાખીને સરસ્વતી નદીના પુલના નજીક નાકાબંધી કરી હતી. થોડોક સમય વિતતા બાતમીવાળી કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવી દીધી હતી અને કારમાં તપાસ કરતા કારમાંથી કુલ 1548 નંગ વિદેશી દારૂની બોટલ, જેની કિંમત રૂ.1,76,400ની મળી આવી હતી.

પોલીસે સિદ્ધપુર પોલીસ મથકે દારૂ ભરેલી કાર લઈ જઈ કારમાં હાજર ભજનલાલ ભાલારામ બીષ્ણોઈ રહે. ભુતલગામ, શીતલવાના, જિ. સાંચોર, રાજસ્થાન અને મુકેશભાઈ પદ્માજી ચૌધરી રહે. વાગોર, દાતીવાડા, જિ.બનાસકાંઠા વાળાને ઝડપી લીધા હતા. તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર પ્રકાશ અને દિનેશ રબારી તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ભાંતીભા રહે. કડી, જિ.મહેસાણાવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.6.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.