પાલનપુરના કોઝી વિસ્તારમાં આખલાઓ અને ગાય મુખ્ય માર્ગો અને ડિવાઈડર પર અડિંગો

બનાસકાંઠા
બનાસકાંઠા

સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા પાલનપુરના કોઝી વિસ્તારમાં આખલાઓ અને ગાય મુખ્ય માર્ગો અને ડિવાઈડર પર અડિંગો જમાવી બેસતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મજૂરોને બે મહિનામાં બે વાર શિંગડે ચડાવ્યા છે.

પાલનપુરના કોઝી વિસ્તારમાં બે માસ અગાઉ એક આખલાએ રાહદારી વૃદ્ધને શિંગડા વડે હવામાં ઉછાળ્યા હતા. તે બાદ 15 દિવસ પહેલા એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મહિલાને હાથે ફેક્ચર થઈ ગયું હતું. પાલનપુર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટએ પાલનપુર નગરપાલિકાને પશુઓ પકડવા બાબતે નોટિસ આપ્યા બાદ મોડે મોડે જાગેલા નગરપાલિકાએ ત્રણ-ચાર દિવસ શહેરમાં રખડતા આખલાઓ પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. શહેરના કેટલાય વિસ્તારોનાં મુખ્ય માર્ગો પર આખલાઓએ અડિંગો જમાવી બેસતા અનેક વાહન ચાલકો રસ્તા ઉપર બેઠેલા ઢોરો સાથે અથડાઈ જતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. પાલનપુર નગરપાલિકા હજુ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહ્યા છે તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.