રાજયમાં ઠંડીમાં આંશિક રાહત, 48 કલાક બાદ વધી શકે છે ઠંડી
ગુજરાતીઓને ઠંડીથી રાહત મળી છે. રાજયમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. તેથી પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હજું પણ 48 કલાક બાદ ઠંડીનું જોર વધી શકે છે.
બનાસકાંઠાનાં ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 16.6,રાજકોટમાં 13, સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં ઉત્તરાયણનાં દિવસે સારો પવન રહેશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવન રહેશે. આગામી 5 દીવસ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.