વિસનગરમાં મનસુરી સોસાયટી ના કોમનપ્લોટમાં કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં મનસુરી સોસાયટીના કોમન પ્લોટમાં મનસુરી સમાજના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુરી સમાજ દ્વારા સમાજના ડોક્ટરો તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ સમાજના પ્રમુખ હાજી બસીર એહમદ હાજી આદમભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સમાજના ડોક્ટરો તેમજ શિક્ષકોનું મહત્ત્વ સમજી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મનસુરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિસનગરમાં મનસુરી સમાજ દ્વારા સમાજના લોકો એકસાથે જોડાય અને સમાજમાં એકભાવના જળવાઈ રહે તે માટે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ મનસુરી સોસાયટીના કોમનપ્લોટ ખાતે યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં સમાજમાં દાન આપનાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજમાં સેવા પૂરી પાડનાર ડોક્ટરો તેમજ શિક્ષકોનું પણ મનસુરી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં ડોક્ટર તેમજ શિક્ષકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે વિસનગરના સમાજના મહિલા નગરપાલિકાના કોર્પોરેટર મનસુરી બિલ્કીશબેન તોફિકભાઈ મનસુરીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મનસુરી હાજી અલ્તાફભાઈ હાજી ફકીરમહમંદ, હાજી દિનમહમંદ, ડૉ. મોહસીનભાઈ, વિસનગર મનસુરી સમાજના મત્રી અલ્તાફભાઈ વાસણવાળા, મુસ્તાકભાઈ મનસુરી (કોર્ટવાળા), ઇરફાનભાઈ ફોરમેન, ડૉ. ઇરફાનભાઈ તાહીરભાઈ મનસુરી, અસત્તારભાઈ મનસુરી રાજધાની નીશારભાઈ ચુનાવાળા, પૂર્વ સમાજના પ્રમુખ યુસુફભાઈ, હાજી ઉસ્માનગની મનસુરી (બેન્કર) ગુલામભાઈ લાલાભાઈ (સના વાળા) ઈદ્દીસ ભાઈ કોન્ટ્રાક્ટર તેમજ વડનગર, મહેસાણા, અમદાવાદ, હિંમતનગર, પાટણ સહિત મનસુરી જમાતના પ્રમુખો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.