ઊંઝા એપીએમસી દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાય

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના વતની સ્વ.ભિખાભાઈ મફાભાઈ દેવીપૂજક અકસ્માતે મૃત્યુ પામ્યા હતા. જેમના પરિવારજનોને અકસ્માત વીમા આર્થિક સહાયરૂપે ઊંઝા APMC અને ટીમ દ્વારા તેમના પરિવારના સ્વજને રૂ.1,00,000/- (એક લાખ)ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.


APMC દ્વારા ઊંઝા વિસ્તારમાં આકસ્મિક મૃત્યુ પામે એમના પરિવારને સહાયરૂપે એક લાખનો ચેક આપવામાં આવે છે. ઊંઝા એપીએમસીએ સરાહનીય કામગરી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઊંઝા તાલુકામાં અકસ્માત વીમા યોજના અંતર્ગત તમામને આવરી લેવામાં આવ્યાં છે. જેમાં કોઈપણ વ્યક્તિનું આકસ્મિક અકસ્માત થાય અથવા વિમા અંતર્ગત આવરી લેવામાં આવતા લાભોમાં મૃતકના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવે છે. ત્યારે એપીએમસીના ચેરમેન દિનેશ પટેલના નેતૃત્વમાં ઊંઝા તાલુકાના અનેક ગામડાઓમાં જુદા જુદા અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને લાખો રૂપિયાની સહાય અત્યાર સુધી ચૂકવી જરુરિયાતમંદ પરિવારોની મુશ્કેલીમાં હંમેશા તત્પર રહી પોતાની નૈતિક અને સામાજિક ફરજ નિભાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.