પદ્મનાભ કેનાલની ગંદકી અને કેનાલમાં બાજેલી અસહ્ય લીલને ટ્રેક્ટર વડે ઉલેચી સ્વચ્છ બનાવવામાં આવી

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે આયોજિત કરાયેલા પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ શહેરના પદ્મનાભ કેનાલની સફાઈ સાથે કેનાલમાં ઉદભવેલી લીલ રૂપી ગંદકી ઉલેચવાનો કાર્યક્રમ પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો.પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના કમૅચારીઓએ પદ્મનાભ કેનાલમાં બાજેલી અસંખ્ય લીલ અને કાદવ કીચડને સાધનોની મદદથી દુર કરી છ ટ્રેક્ટર જેટલો કચરો ઉલેચી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હતી.


છેલ્લા ધણા સમયથી પદ્મનાભ કેનાલમાં ઉદભવેલી ગંદકી અને અસહ્ય લીલના કારણે ખોરસમ થી સિદ્ધિ સરોવરમાં છોડવામાં આવતું શુદ્ધ પાણી અવરોધાતું હતું. જેને ધ્યાને રાખી પાલિકા આપના વોડૅમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ આ કેનાલની સાફ-સફાઈ હાથ ધરી તેમાંથી છ ટેકટર જેટલી લીલ અને કચરો કાઢી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.