પાટણ – સંખારી રોડ પરથી ટ્રેક્ટરની પાછળ એક્ટિવા ઘૂસી જતા અકસ્માત

પાટણ
પાટણ

પાટણ સંખારી માર્ગ પર ગત સાંજના સમારે રેતી ભરીને પસાર થઈ રહેલા ટ્રેક્ટરની પાછળ એક્ટિવામાં સવાર બે મિત્રો અથડાયા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં બંનેને ઈજાઓ પહોંચતા 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ થી સંખારી તરફ રેતી ભરેલુ ટ્રેક્ટર જઈ રહ્યુ હતું, તેજ સમય પાછળથી આવતા એક્ટિવા સવાર બે મિત્રોને આગળ જઈ રહેલું ટ્રેક્ટર ધ્યાનમાં ન આવતા એક્ટિવા ટ્રેક્ટરની પાછળની ટોલીના ભાગે અથડાતાં બન્ને મિત્રો રોડ સાઈડમાં પટકાયા હતા.

એક્ટિવા ચાલાક અને તેના મિત્રને ગંભીર ઈજાઓ થતા ત્યાથી પસાર થતા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 ના પાયલોટ ગુલાબખાન અને ઈએમટી નિલેશભાઈ એ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બન્ને મિત્રોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાવાનુ કારણ ટ્રેક્ટર ની પાછળ રિફ્લેકટર લગાવેલ ન હોય અને પાછળની લાઈટ પણ બંધ હોય જેના કારણે ટ્રેક્ટર રાત્રિના સુમારે નજરે ન ચડતા આ અકસ્માત સર્જાયો હોવાનું અકસ્માત સજૉયેલ એકટીવા ચાલક યસરાજ સોઠા અને રોહાન વાધેલા ગામ વસાઈ વાળાએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.