પાટણ શેઠ એમ.એન હાઇસ્કુલ ખાતે ત્રિ દીવસીય શાળા રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણ
પાટણ

શેઠ એમ એન હાઇસ્કૂલના પટાંગણમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખ પટેલ, મંડળના ઉપપ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ, રો. ડૉ.બાબુભાઈ પ્રજાપતિ, ચિરાગભાઈ પટેલ, મૌલિકભાઈ પટેલ, ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર વગેરે દ્વારા મસાલ પ્રજવલિત કરી, મસાલરેલી નીકાળીને તેમજ આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ – 2024ને ખુલ્લો મુકાયો હતો.રમતવીરને પ્રોત્સાહન પૂરું પાડવા વિજતા ટીમો અને સ્પર્ધકો ને રોટરિયન ર્ડા. બાબુભાઇ પ્રજાપતિ દ્વારા શિલ્ડ અને ઈનામો જાહેર કરાયા હતા ચિરાગ ભાઈ પટેલ અને મૌલિકભાઈ પટેલના સહયોગથી રમતવીરો ને ટીશર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉમેદભાઈ પટેલ દ્વારા ઈકોક્લબ ના વિદ્યાર્થીઓ ને ટી- શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.


શાળા રમતોત્સવમાં ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ રમતવીરો બનીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ઈન્ટર ક્રિકેટ, રસ્સાખેચ, ત્રિપગી દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી કોથળાદોડ, ગોળા ફેંક જેવી ઘણી રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું.શાળા ના 900 થી વધારે વિદ્યાર્થીઓ એ કોઈને કોઈ રમતમાં ભાગ લીધો હતો. શાળાના આમંત્રિત મહેમાન રોટરિયન ર્ડા. બાબુભાઇ પ્રજાપતિ દ્વારા ક્રિકેટ મેચમા સિક્કો ઉછાળીને મેચ નો શુભારંભ કરવામાં આવ્યો .આચાર્ય ધનરાજભાઈ ઠક્કરેજણાવ્યું કે રમતનું જીવનમાં સ્થાન અગ્રીમ રહેલું છે, સર્વાંગીણ વિકાસ માટે રમત ખુબજ જરૂરી છે તે વિશે ટૂંકી વાત કરી. આમંત્રિત મહેમાન રોટરિયન ર્ડા બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે વિધાર્થીઓના કલા કૌશલ્ય ને બહાર લાવવા શાળાપરિવાર જે પ્રયત્ન કરી રહી છે તેના માટે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને શિક્ષકોના પ્રયત્નને બિરદાવ્યા. રમતોસ્તવ 2024 ના કન્વીનરો નરેશભાઈ આર પટેલ, સંજય ભાઈ પટેલ અને ર્ડા અલ્પેશભાઈ પટેલ દ્વારા સુંદર રમતો નું આયોજન કર્યું હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન વિરમજી ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.