મહેસાણામાં પુર્ણા પતંગ ઉત્સવનું ઉદ્ધાટન : 100 કિશોરીઓએ ઉત્સાહ ભેર ગુલાબી કલરના પતંગો ચગાવ્યા

મહેસાણા
મહેસાણા

મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્ણાની કચેરી અમદાવાદ ઝોન અને સંકલિત બાળ વિકાસ યોજના મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના જાગૃતિના ભાગરૂપે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પૂર્ણાની ઉડાન કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અન્નના બિસ્કીટ કિશોરીઓ માટે આપવા લાવ્યા હતા તેમજ આંગણવાડીઓ માટે જિલ્લા પંચાયતના ભંડોળમાંથી પીવાના પાણીના જગ પણ આપવામાં આવ્યાં હતા.

ઉડાન કાઈટ ફેસ્ટિવલમાં સંકલિત બાળ વિકાસ યોજનાના મહેસાણા તાલુકાની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાબેન દવેએ કિશોરીઓનું મનોબળ વધારતા સૌની સાથે પતંગ ચગાવ્યું હતું. ફેસ્ટિવલમાં ,” હું મારા પરિવારના સમાજના સ્વસ્થ આરોગ્ય માટે કટિબંધ છું હુ પૂર્ણા છું એવા નિર્ધાર સાથે આ 100 કિશોરીઓએ ઉત્સાહ ભેર ગુલાબી કલરના પતંગો ચગાવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ની સાથે વિભાગીય નાયબ નિયામક ની કચેરીના અમદાવાદ ઝોનના પ્રતિનિધિ તેમજ આંગણવાડીના વિવિધ સેજા અને ઘટકોની બહેનો તેમજ કિશોરીઓ ઉત્સાહ ભેર ઉપસ્થિત રહી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.