સાંતલપુરના ગામડી પ્રા.શાળામાં દ્વારા બાળકો 51 જોડી બૂટ મોજાંનું વિતરણ કરાયું

પાટણ
પાટણ

શિયાળાની ખૂબ જ ઠંડી ને કારણે બાળકો ને રક્ષણ મળે અને બાળકોનું શાળા તરફ આકર્ષણ રહે.બાળકો નું સ્થાયી કરણ થાય તે હેતુ થી શાળા ના આચાર્ય મદારસિંહ ગોહિલ ના પ્રયાસો થકી જલારામ બાપા ના ખાસ ભકત તરફથી શાળાના તમામ 51 બાળકો ને સારી ક્વોલિટી ના સફેદ બુટ અને મોજા આપેલ તેનું વિતરણ સાંતલપુર તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન પટેલના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.જેમાં શિક્ષક સંઘના મંત્રી દિનેશભાઈ પંચાલ અને રણજીતસિંહ ગોહિલ ની હાજરી થી કાર્યક્ર્મ ખૂબ સારી રીતે ઉજવવા માં આવ્યો હતો.


બુટ મોજાં પહેરી ને શાળામાં દાતા તરફથી અગાઉ મળેલ ગણવેશમાં બાળકો ખૂબ જ આંનાદિત દેખાતા હતા.પ્રાઇવેટ શાળા કરતા સરકારી શાળાના બાળકો ને ગણવેશ દફતર બુટ પુસ્તકો.ચોપડા વગેરે મેળવી વાલીઓ અને બાળકો ખૂબ જ ખુશ હતા.આજના કાર્યક્રમ માં ખુબ લાંબો સમય ટીપી. ઇ ઓ તરીકે સેવા આપી અન્ય જગ્યાએ બદલી થયેલ સરોજબેન ને શાળા પરિવાર અને ગામ જનો વતી શાલ સાકાર અને શ્રી ફળ આપી શુભેચ્છા આપવા માં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક બી.બી.પટેલે કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.