પાટણ રોટરી કલબ આયોજીત બે દિવસીય ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગ સેલવાસ ખાતે યોજાઈ

પાટણ
પાટણ

રોટરી ક્લબ પાટણની 50 મા વર્ષ ની સુવર્ણજયંતી ઉજવણી ના ભાગરૂપે રોટરી કલબ પાટણ ના યજમાન પદે રો. ડૉ. બાબુભાઈ પ્રજાપતિ ની ચેરમેન શીપ માં સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ” ઉમંગ’નું ભવ્ય આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતું. રોટરી ડી. 3055 ની પ્રથમ અને પાટણ દ્વારા પણ પ્રથમ એવી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ માં અમદાવાદ, ઉત્તર ગુજરાત, કચ્છ અને રાજસ્થાન ની કલબ ના 500 ઉપરાંત રોટેરિયન અને પરિવાર ઉપસ્થ રહી પાટણ ની મહેમાન ગતી માણી હતી.ડિસ્ટ્રિક્ટ ગર્વનર મેહૂલ રાઠોડ અને ભાવનાબેન દ્વારા ત્રણ દિવસ ના સુંદર સ્પીકર્સના આયોજન અને મહેનત ના પરિણામે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઐતિહાસિક રીતે સફળતા મેળવી ડિસ્ટ્રિક્ટ ને એક નવી ઉચાઈ ઉપર લઈ કામીયાબ બની રહ્યા .જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા, એક જ ચેક થી 100 કરોડ નું દાન આપનાર રોટોરિયન રવિ રશંકર ડાકોચુ ,દુનિયાની સૌથી મોટી રોટરી કલબ થી આવેલા પીડીજી સુબારાવ, એન્ટાકરટિકા ખંડ ની રોચક સફર ખેડનાર એકમાત્ર મહિલા ડૉ. મમતા લાલા, ઓરગન ડોનેશન ટ્રસ્ટ સુરત થી નિલેશભાઈ, ડૉ. મહેન્દ્રભાઈ, ડૉ. ગોહીલ સહીત સ્પીકર દ્વારા સતત બે દિવસ સૌને મંત્રમુગ્ધ કરવામા આવ્યા હતા.


રોટરી ઈન્ટરનેશલ પ્રેસીડન્ટ ના પ્રતિનીધી ડો. દિપક ફોફલે દ્વારા ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ને તમામ રીતે સફળ ગણવામા આવી .પીડીજી ડો. વ્યાસ સાહેબ દ્વારા યજમાન ક્લબ ના સુંદર આયોજન માટે અભિનંદન આપવાનો ઠરાવ પસાર કરી રોટરી પાટણ નું ગૌરવ વધારવામા આવ્યું હતુએક નવતર પ્રયોગ ના ભાગરુપે સોઢાજી અને ટીમ દ્વારા જુની-પૂરાની રમતો જેવી કે દોરડા-ખેંચ, સાતોલીયુ વગેરે ના આયોજન થકી સૌ ને મશમૂલ બનાવી દીધા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોન્ફરન્સ ચેરમેન રો . ડો. બાબુભાઇ પ્રજાપતિ દ્વારા અને આગવી શૈલી માં આભાર વિધી કરી ક્લબ પ્રમુખ રો. ઝુઝારસિહ સોઢા એ સૌના દિલ જીતી લીધા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.