હિંમતનગર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ યાદીમાં રાજ્યમાં બીજા ક્રમે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે 62મો ક્રમ પ્રાપ્ત કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

  સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં બીજો નંબર હિંમતનગર પાલિકાએ મેળવ્યો છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ગત વર્ષના 58 મા ક્રમેથી પાછળ ધકેલાઈ 62 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કામગીરીમાં 9500 માંથી 4617 ગુણ મેળવીને નેશનલ લેવલે 62મો અને 50 હજારથી 1 લાખની વસ્તીવાળી પાલિકાઓની કેટેગરીમાં રાજ્યમાં પ્રથમ રેન્ક મળ્યો છે. શહેરમાં ગંદકીનો ઉપદ્રવ થતો હોય તેવા ન્યૂસન્સ પોઈન્ટનો નિકાલ કરાયો છે. શહેરને કન્ટેનર ફ્રી શહેર બનાવાયું છે.

  સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર ઝોન સહિત 50 હજારથી 1 લાખની વસ્તી ધરાવતા શહેરની પાલિકાઓમાં પ્રથમ નંબર અને રાજ્યમાં બીજો નંબર હિંમતનગર પાલિકાએ મેળવ્યો છે. પાલિકા દ્વારા શહેરમાંથી ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવા સહિત રાત્રી સફાઈ અને ખાણી પીણી બજારમાં રાત્રે ગાર્બેજ કલેક્શન શરૂ કરી સ્વચ્છતાના નવા આયામ સર કરાયા છે. પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં સમાવિષ્ટ તમામ માપદંડનો સુયોગ્ય અમલ કરવા પાલિકા કર્મીઓ હવે રાત દિવસ કામ કરી રહ્યા છે. સૌથી મહત્વનું જાહેર શૌચાલયોની સ્વચ્છતા બાબતે પાલિકા દ્વારા સતત મોનિટરીંગ થઇ રહ્યું છે. ગંદકી પેદા કરતાં ખાણીપીણી બજારમાં રાત્રી ગાર્બેજ કલેક્શન સર્વિસ શરૂ કરી, વરસાદી પાણીનો સ્ટોર્મ વોટર લાઈનના માધ્યમથી નિકાલ, શહેરને સો ટકા ઓડીએફ બનાવ્યુ, જાહેર શૌચાલયોમાં સ્વચ્છતા મોનિટરિંગ અને ગુગલ લોકેશન ઉપલબ્ધ કરાવ્યું. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.