પાટણની સિવીલ હોસ્પિટલમાં આ માટે ખાસ ડાયાલીસીસ વોર્ડ બનાવાયો

પાટણ
પાટણ

પાટણ શહેર અને જિલ્લાના માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં કિડની ફેઈલની બિમારીથી પિડાતા અને નિયમિત રીતે ડાયાલીસીસ કરાવતા દર્દીઓ માટે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં અને તાલુકાનાં મુખ્ય મથકો ઉપર જનરલ સિવીલ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ડાયાલીસીસ કેન્દ્રો સ્થાપીને આર્શિવાદરૂપ બન્યા છે. આ સરકારી કેન્દ્રો ઉપર તદ્દન નિઃશુલ્ક ડાયાલીસીસ છે. જે દર્દીના 10 વખત ડાયાલીસીસ થાય તેવા દર્દીનાં ખાતામાં ત્રણ હજાર રૂપિયાની રકમ રાહત પેટે જમાકરાવે છે. આવા કાયાલીસીસ કેન્દ્રોથી પાટણ જિલ્લાનાં ગરીબીને જરૂરીયાતમંદ દર્દીઓને ભારે રાહત થઈ છે.

પાટણ શહેરની જનરલ હોસ્પિટલ ખાતે તા. 4-10-2021 નાં રોજ ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ (PMNOP) સહયોગથી અને IKDRC દવરા સંચાલિત હિમોડાયાલીસીસ વિભાગ કેન્દ્રની સ્થાપના કરાઈ હતી. પાટણના આ આજદિન સુધીમાં 4275 જેટલા દર્દીઓએ નિઃશુલ્ક ડાયાલીસીસની સારવાર કરાવી છે અને દર વર્ષે સરેરાશ 5000 લોકો તેનો લાભ લઈ રહ્યા છે. જે દર્દીઓની બંને કિડનીઓ નબળી હોય કે ફેઇલ થયેલી હોય તેઓને પોતાનાં જીવનને ટકાવી રાખવા માટે અઠવાડીયામાં ઓછામાં ઓછું ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સારવાર ખૂબ જ મોંઘી અને ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે નિયમિત ડાયાલીસીસ શક્ય નથી. પરંતુ સરકારે પાટણમાં આ કેન્દ્ર શરૂ કરીને મોટો ઉપકાર તેમની પર કર્યો છે.

પાટણની સિવીલ હોસ્પિટલમાં આ માટે ખાસ ડાયાલીસીસ વોર્ડ બનાવાયો છે.જે સંપૂર્ણપણે વાતાનુકુલિત છે. અહીં 11 બેડ છે. તથા HIV સંક્રમિત અને HBSA એટલે કે, ઝેરી તાવનાં દર્દીઓનાં ડાયાલીસ માટે અલાયદી વ્યવસ્થા – વોર્ડ છે. જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોય કે ન હોય તેવા તમામ દર્દીઓનાં 10 વખત ડાયાલીસીસ થાય ત્યારે સરકાર તેમનાં ખાતામાં રૂા.3000 જમા કરાવે છે.

આ હોસ્પિટલમાં દર્દીઓ માટે નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા તથા મનોરંજન માટે ટી.વી. પણ ગોઠવવામાં આવ્યા છે. કારણ કે, ડાયાલીસીસમાં રોજ ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હોય છે. પાટણનાં ડાયાલીસીસ સેન્ટરમાં પાંચ ટેકનીશીયન, બે એટેન્ડેન્ટ, બે સ્ટાફ નર્સ કાયમી ધોરણે ફરજ ઉપર રહીને સેવા આપે છે. જ્યારે એક નેફ્રોલોજિસ્ટ ડોક્ટર દર અઠવાડીએ અહી મુલાકાતે આવે છે. જ્યારે અત્રેનાં મેડીકલ ઓફિસર રોજ રાઉન્ડ લઇને દરેકની તબીયતની સંભાળ લે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.