ધોરાજીમાં હિટ એન્ડ રનમાં 42 વર્ષીય મહિલાનું મોત

ગુજરાત
ગુજરાત

ધોરાજીમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હિટ એન્ડ રનના બનાવમાં ઇકો ચાલકે એક મહિલાને અડફેટે લીધી હતી. જેથી 42 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ ઘટનાં અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં ઉપલેટા નેશનલ હાઈવે ITIની સામે હિટ એન્ડ રનના બનાવમાં ઇકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું. 42 વર્ષિય સોનલ બેન ગંગાજાળીયા નામની મહીલા ધોરાજીના મહાલક્ષ્‍મી કોમ્પ્લેક્ષમા રહેતા હતા. તેઓ મોડી રાત્રીએ હોટલમા રસોઈનું કામ કરી પરત આવતાં હતાં ત્યારે ઇકો કારની અડફેટે આવતાં તેમનું મોત થયું હતું.

42 વર્ષીય મહિલાના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પીટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.