મારૂં ચાલે તો.

રસમાધુરી
રસમાધુરી

ઘણા માણસો ઈચ્છે છે કે એમનું ચાલે પણ કયાં ? એ બે નંબરની સાચી વાત છે..ઘણાને મેં, તમે આપણે બધાએ સાંભળ્યું છે કે,જાે મારૂં ચાલે તો,ભલભલાની જાેવા જેવી કરી દઉં…અહીં લેખક અન્યનું ચાલે એ ઈચ્છતા નથી. અન્યનું ચાલે એ ઈચ્છતા નથી.અન્યનું ચાલે તો એમને પસંદ નથી પણ ચાલતું નથી.એનું શું ?ઘણાનું એમના ઘરમાં પત્ની આગળ અરે પુત્રો..વહુઓ આગળ ચાલતું નથી.. છતાં મેં સાંભળ્યું છે મારા આગળ મારી ઘરવાળીનું એક ઈંચ પણ ન ચાલે.. અરે છોકરાં તો યસ સર કહીને સલામ મારે કે વહુઓ બારણા પાછળ સંતાઈ જાય… મેં સાંભળ્યું છે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે..મારા સાહેબે કંઈ અનેક વાર મને સવાલ કર્યો છે..બોલો બારોટજી..તમારા ઘરમાં કાયમને માટે કોનું ચાલે છે ?સાહેબો પણ ખરા હોય છે જે ઓફિસના કામો કરવાના હોય છે. એના બદલે કોનું ચાલે છે.. તારા.. ખેર.. સાહેબને તો મેં ભર્યા સ્ટાફ.. ભરચક કર્મચારીઓની હાજરીમાં જ કહી દીધું છે.. ઘરમાં માત્રને માત્ર મારૂં ચાલે છે.પણ સાંજે છુટીને ઘેર જાઉં કે સવારે ઘેર હોઉં છું ત્યારે ડાકોરનો ઠાકોર જાણે છે કે અલ્યા સ્ત્રીઓ આગળ હું પણ ઝુકી ગયો હતો ત્યારે તું વળી કયા ગામનો ખડભી (મોભી) રહ્યો ?
એક ઈશ્વર અને ધણી (મોટા ભાગની) પત્નીઓ જાણતી હોય છે કે ઘરમાં કોનું ચાલતું હોય છે. ઘણા કિસ્સામાં તો એવું હોય છે. સગાઈ કરી એ દિવસથી કન્યાનું.. લગ્ન પછી જે કન્યા હતી એ વહુનું વત્તા સાસુનું.. એટલે કે વહુની મધર માનું.. વહુ કહે સાત ડગલાં.. સાસુ કહે સાત ડગલાં.. એટલે ભૈ કહેવાના.. હા ભૈ હા… સાત ડગલાં જ સવા સાત જરાય નહીં.. મારે સંસારમાં રહીને તમારી છત્રછાયા નીચે જીવવાનું છે. જે છોકરાની એક સમયે છત્રછાયા એના માબાપ સંભાળતા હોય છે ને લગ્ન થયાં પછી માત્ર છાપરું જ નહીં, આખુંય ધાબુ બદલાઈ જાય છે. ધાબાનો માલિક પણ બદલાઈ જાય છે.
દુનિયામાં મહિલાઓ અતિ-અતિશય ચાલે છે. એટલે જ કદાચ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં કોઈ કવિએ લખ્યું છે ગાયું છે અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી..
લેખકે તો એમની રેણુને ઘણી વાર સરેઆમ કહી ચૂકયા છે હે પ્રિયે, તું ઘરમાં જ નહીં બધેય ખરી.. હા ખરેખરી છે.. ભગવાન વિષ્ણુ જેવા પણ લક્ષ્મીજી ને હા ભૈ હા કહીને લળી વળી ચૂકયા હશે એ નક્કી એકલો રાવણ જ (કરમ ચં..!) એવો હતો કે મંદોદરીનું માનતો ન હતો. સીતાજીને ઉપાડીને લાવ્યા પછી કહ્યું હશે, બડબડ..બફાટ બંધ કર.. મારા કામમાં ન પડ. તારૂં હંભાળ..પણ આવા ઉલ્લેખ અંગે કશી ખબર નથી..
આજકાલ સરવે કરવાવાળા.. હાથમાં માઈક લઈને માર્ગ મધ્યે તમને પકડે છે અને જાતજાતના સવાલો પુછે છે. ઘણા તો એટલા બધા રાજીના રેડ થઈ જાય છે કે બસ આપણે હવે ટીવીમાં આવવાના અને સો બસો માણસો.. આપણને જાેવાના.. પણ એમ જાેઈને વળશે ધુળ..
પરંતુ મારો નિયમ અલગ છે.. જાે તમારૂં ચાલે તો.. ગૃહમોરચો અને પૌરાણિક બાબતોથી જરા આગળ નીકળીને. મને એક રવિવારે અભરખો ઊભો થઈ આવ્યો.. માઈક લઈને રોડ પર જવું અને હાથ આવે એને સવાલ પુછયો.. તમારૂં ચાલે તો..’
હા.. તમારૂં ચાલે તો…
…. મેં શહેરના સીનેમા પાસે સિંગચણા ફાકી રહેલા એકને પુછયું. જાે તમારૂં ચાલે તો ?’મેં જેવો સવાલ પુછયો કે લબાક કરતું સિંગચણાનું પડીકું વાળી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.