ઊંઝા ઉમિયાધામ સંસ્થા દ્વારા કડીમાં ભજન કીટનું વિતરણ

મહેસાણા
મહેસાણા

કડી ભીમનાથ મહાદેવ સામે આવેલ ચંપાબેન પટેલ ટાઉન હોલ ખાતે ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 101 ભજન મંડળીઓને ભજન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાનના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોની બહેનો ઉપસ્થિત રહી હતી.કડીમાં ગુરૂવારે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે શ્રી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારના 101 ભજન મંડળને 101 ભજન મંડળની કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. કડીમાં છેલ્લા ઘણા સમયથી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં ભજન મંડળ નિમાવા આયોજન કરવામાં આવેલું હતું. જે આયોજનના ભાગરૂપે ગુરુવારે શ્રી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન પ્રેરિત 101 ભજન મંડળને ઉમિયા માતાજીની પ્રતિમા સહિતની કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય તેમજ વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કડી ચંપાબા ટાઉનહોલ ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા યોજાયેલ ભજન મંડળ કીટ વિતરણ કાર્યક્રમમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું હતું કે, તમારું જે ભજન મંડળ બનાવેલું છે. કોઈપણ જગ્યા ઉપર તેમજ ગામની અંદર સારા નરસા પ્રસંગે, કોઈને દીકરો કે દીકરી જન્મી હોય તો ભજન બેસાડવાનું કરે આવા પ્રસંગે જો કોઈ તમને ભજન કરવા માટે કોઈ વ્યક્તિ બોલાવે તો તમારે જવું અને જો કોઈ માતાજી પાસે હજાર 2000 કે 500 મૂકે તો એ ભજન મંડળની બચત કહેવાશે અને વર્ષમાં એક વખત ઉમિયા માતાજીના મંદિરે ધજા ચડાવવાનો કાર્યક્રમ આ મંડળ દ્વારા યોજવામાં આવે. આ ભજન મંડળની અંદર દરેક જ્ઞાતિ જાતિના લોકોને જોડી શકો છો. આજે ઉમિયા માતાજીની મંદિરની અંદર વર્ષે દાળે 70 લાખ લોકો દર્શન કરવા માટે આવે છે અમારું સર્વે છે કે 50% થી વધારે બીજી જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે આવે છે. ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિક સંસ્થા હોવા છતાં કેટ કેટલીએ સામાજિક પ્રવૃત્તિ કરે છે. હરિદ્વારમાં આપણે 37 કરોડના ખર્ચે ઉમા આશ્રમ બનાવેલ છે.

બહુચરાજી ખાતે પણ ઘણા વર્ષોથી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનું માલિકીનું ભવન છે. બહુચરાજીમાં ચૈત્ર મહિના પૂરતું આપણે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ અમદાવાદ ખાતે આપણું કેમ્પસ હતું ત્યાં આપણે 100 કરોડના ખર્ચે છાત્રાલય બનાવીએ છીએ. આમ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિકની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. વિધવા બહેનોને ઘરે બેઠા પેન્શન મળે છે. તેમજ તેમના દીકરા દીકરીને ભણાવવા માટે શિષ્યવૃતિ પણ આપણે આપીએ છીએ. 24 જેટલી યોજનાઓ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ચલાવવામાં આવે છે. બારમાં પછી દરેક દીકરા દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય ચાર વર્ષ કે તેથી વધુ ત્યાં સુધી રૂપિયા ₹35,000થી 50,000 સુધીની લોન આપે છે.કડીના ચંપાબેન પટેલ ટાઉનહોલ ખાતે યોજાયેલ ભજન કીટ વિતરણ કાર્યક્રમમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મહિલા કન્વીનર ડો.જાગૃતિ પટેલે જણાવ્યું હતું કે, દેશની આંતરિક સુરક્ષા આપણા ખભા ઉપર છે. સત્સંગ મંડળ થકી એક નહીં પણ અનેક કાર્યક્રમો કરી શકીશું. દૂધ બગડી જાય તો ક્યાં મૂકીએ શાકભાજી બગડી જાય તો ક્યાં મૂકીએ ફ્રિજમાં મૂકીએ છીએ. તો પછી માણસ બગડી જાય તો ક્યાં મુકીશું એમ કહીને આપણા ઋષિમુનિઓ અને વૈદિક સંસ્કૃતિએ શોધેલું ફ્રીજ એટલે સત્સંગ મંડળ સત્સંગ મંડળમાં આવે તે સંસ્કારી બને, સત્સંગ મંડળમાં આવે તે ગુણિયલ વ્યક્તિ બને આ મંડળ થકી ઉમિયા માતાજીનો પરમેનેટ નંબર મળેલ છે અને લેમીનેટર સર્ટિફિકેટ મળેલ છે. સત્સંગ મંડળ થકી ઉમિયા માતાજીનું આમંત્રણ તમને સીધેસીધું મળશે 5000 મંડળમાંથી લગભગ 3200 મંડળ સ્થપાઈ ગયેલા છે. હવે 5000માંથી ફક્ત 1800 મંડળ બાકી છે. ગુજરાતમાં બાકી રહેલા મંડળનું કઈ રીતે બનાવવા તેનો રોડ મેપ તૈયાર કરી દીધેલો છે. દરેક બહેનો તેમજ માતાઓની સહિયારી થકી આ સત્સંગ મંડળને પરી પૂર્ણ કરવા માટે મથી રહ્યા છીએ.વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ સત્સંગ મંડળમાં દરેક જ્ઞાતિ જાતિના અને અડોસ પડોશમાં રહેતા બધા જ બહેનોનો સમાવેશ કરીએ છીએ. આપણે સત્સંગ મંડળમાં જોડાઈએ ત્યારે અને રજીસ્ટર થયેલી બહેન પણ ખાખી વર્ધીની જેમ અથવા તો એક સંસ્કારી મહિલા સંપૂર્ણ ગુણ એનામાં જોશે એ પણ આપણી જવાબદારી છે. સમાજમાં થતા ખોટા ખર્ચા પણ આપણે અટકાવવા છે. આજે રામલલાની 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ક્યાંકને ક્યાંક આપણને આમંત્રણ મળી રહ્યું છે. હવે ફરીથી દિવાળી જેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. આપણે પણ માતાજી સંસ્થાન તરફથી આપણે દિવાળી જેવો માહોલ ઉભો કરીશું. ઊંઝા માતાજી સંસ્થાન દ્વારા 1001 મંદિર બનાવવાનું સંકલ્પ છે. ગુજરાતમાં 535 મંદિરો છે 2030 સુધી આપણે 1001 મંદિર બને તે પ્રમાણેનું આપણું આયોજન છે. આ કાર્યક્રમમાં 800થી પણ વધુ બહેનો તેમજ માતાઓ ઉપસ્થિત રહી હતી. તેમજ કડી તાલુકાના વિનાયકપુરા ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમીલા પટેલ, સરોજ પટેલ સહિતની બહેનોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.