પાટણના સાયન્સ સેન્ટર ખાતે જાગૃતિ કાર્યક્રમ સાથે રસાયણશાસ્ત્ર પર વર્કશોપ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 11 જાન્યુઆરી 2024 ના રોજ રાષ્ટ્રીય માનવ તસ્કરી દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અને સાથે રસાયણશાસ્ત્ર ના પ્રયોગશાળા માં વપરાતા સાધનો પર વર્કશોપ યોજાયો. જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી રસાયણશાસ્ત્ર ના પ્રયોગશાળા માં વપરાતા સાધનો વિશે વિદ્યાર્થીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે માનવ તસ્કરી જેવા જઘન્ય અપરાધ સામે લોકોને શિક્ષિત કરવા, જાગૃતિ ફેલાવવા અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાની તક પૂરી પાડવા માટે 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે.


આજે સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લા ગાંધીનગર, ભરૂચ , બનાસકાંઠા, મહેસાણા, તાપી, પાટણ, દ્વારકા, સાબરકાંઠા અને મોરબી થી શ્રી દિઘડીયા પ્રાથમિક શાળા, મેઘલ પ્રાથમિક શાળા , નંદાસણ પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળા વામી અને વાવ , પ્રાથમિક શાળા રહીયાદ, શ્રી કોલવા તાલુકા શાળા , પ્રાથમિક શાળા નંબધાનપાડા, ખાડિયા પ્રાથમિક શાળા, પનાનામુવાડા પ્રાથમિક શાળા, ચાંદનામુવાડા પ્રાથમિક શાળા, દિયોદર પ્રાથમિક શાળા, મોડેલ પ્રાથમિક શાળા રતનપુરા, ટોરડા આદર્શ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા, ડીઘડિયા પ્રાથમિક શાળા સહીત 15 થી વધુ શાળાઓએ સાયન્સ સેન્ટર ની મુલાકાતે આવ્યા હતા અને સાયન્સ સેન્ટર ની વિવિધ ગેલેરી અને અદ્યતન ટેક્નોલોજી સજ્જ 5-ડી થીએટર નિહાળી આનંદિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.