બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ લઘુતમ વેતન ચૂકવવા માંગ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા એમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દરેક કર્મચારીઓને લઘુતમ વેતન પ્રમાણે વેતન આપવામાં આવે એવી રજૂઆત કરી હતી.બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સફાઈ કામદારો આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવીએ છીએ પોતાના જીવના જોખમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ છતાં પણ સરકાર દ્વારા નક્કી કરેલ અલગ અલગ કોન્ટ્રાક્ટર અમારા તમામ સફાઈ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે અમને આજ દિન સુધી સરકારના નક્કી કરેલ પરિપત્ર મુજબ વેતન ચૂકવવામાં આવેલ નથી જોકે સરકાર દ્વારા નક્કી કરેલ લઘુતમ વેતન પ્રમાણે વેતન ચૂકવવામાં આવે જેવી લેખિતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.


આ અંગે આવેદનપત્ર પાઠવવા આવેલ સરદારભાઈ પુરબીયા એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા ની અંદર PHC માં કામ કરતા તમામે તમામ સફાઈ કર્મચારી ઓ નું મોટા પ્રમાણમાં સોસણ થાઈ છે સરકાર દ્વારા એકબાજુ લઘુતમ વેતન ચુકાવવા માટે પરિપત્ર કરવામાં આવે છે એ પરિપત્ર નો કોઈ કોન્ટ્રાકટ અમલ કરતા નથી કલેક્ટર ને વિનંતી કરાવામાં આવે છે કે તાત્કાલિક લઘુતમ વેતન ચૂકવવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.