પાલનપુરમાં RTOના કર્મીએ સેવાપોથીમાં ચેડા કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં RTOના કર્મચારી દ્વારા ઉચ્ચ પગારનો લાભ લેવા માટે સેવાપોથીમાં ખોટી જન્મ તારીખ લખી હોવાનું સામે આવ્યું છે.RTOકચેરીના વસુલાત અધિકારીએ સેવાપોથીમાં પોતાની જન્મતારીખ સાથે ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લઈને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.


પાલનપુર કલેકટર કચેરીના મહેકમથી RTOકચેરીમાં ફરજ બજાવતા બિપિન ઠાકોરે પોતાની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1965 ની જગ્યાએ 17 સપ્ટેમ્બર 1967 કરી દીધી હતી. જેથી 2010થી એટલે કે 14 વર્ષ સુધી ઉચ્ચ પગારનો લાભ લઈ સરકાર સાથે છેતરપીંડી કરી હતી.ત્યાર બાદ પાલનપુર RTOકચેરીના પ્રાદેશિક અધિકારીએ બિપિન પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.