રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો અકસ્માત, 2નાં મોત, 21ને ઈજા

મહેસાણા
મહેસાણા

રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ખેરાલુના ચોટીયા ગામની શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બેનાં મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 21ને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીઓને બે લકઝરી બસમાં પ્રવાસે લઇ ગયા હતા. બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત થયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. ખેરાલુની શ્રી સી એન વિધાલય ચોટીયા પ્રાથમિક શાળાના બાળકો આ બસમાં પ્રવાસે ગયા હતા.પ્રવાસે ગયેલી વિસનગરની બે લકઝરી બસો પૈકી એકને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં 2ના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 21 ને ઈજા પહોંચી છે.અકસ્માતમાં સ્કૂલના શિક્ષકોને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર છે. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હતો.ખેરાલુ તાલુકાના ચોટીયા ગામની સ્કૂલના બાળકો રાજસ્થાન પ્રવાસે ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શિવગંજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.