અંબાજી ખાતે ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અને બજાર સમિતિ પાલનપુર સંયુક્તે સેમિનાર યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ખાતે આવેલી ચૌધરી વિશ્રાંતિ ગૃહના સભાખંડમાં ગતરોજ ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ અને બજાર સમિતિ પાલનપુરના ઉપક્રમે ગુજરાતમાં આવેલી બજાર સમિતિના ચેરમેનો, સેક્રેટરીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ કર્મચારી ગણની બહોળી હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મંચસ્થ મહાનુભવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિવિધ વક્તાઓ દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી કે, ઉત્પન્ન બજાર સમિતિઓ વધુમાં વધુ કેવી રીતે વેગવંતી બને એ વિષેની સુંદર જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બજાર સંઘના ચેરમેન અને સેક્રેટરી તથા બજાર સમિતિ પાલનપુરના ચેરમેન ફતાભાઈ ધરિયા, વાઈસ ચેરમેન ભગુભાઈ કુગશિયા, બોર્ડ ઓફ ડિરેક્ટર લાલજીભાઈ કરેણ, દિનેશભાઈ કુણિયા, ડી.કે રાણા, ડો.શાંમળભાઈ પટેલ, હરીભાઈ રાતડા, બાબુભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, મહેશભાઈ લોહ, મોઘજીભાઈ જેગોડા, દિનેશભાઈ જુવા, યસવંતભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ચિમનભાઈ સોલંકી, મિતલભાઈ મોદી સુચક હાજરી આપી કાર્યક્રમમાં સહયોગ પૂરો પાડ્યો હતો.


આ કાર્યક્રમના અંતમાં બજાર સંઘના સેક્રેટરી તેમજ બજાર સમિતિ પાલનપુરના સેક્રેટરી હેમુભાઈ લોહ અને કર્મચારીગણ દિનેશભાઈ ભટોળ, અરવિંદભાઈ ખસોર, વિનોદભાઈ ચૌધરી, ડોહજીભાઈ પટેલ,ગોવિંદભાઈ લોહ, દિનેશભાઈ ચૌધરી દ્વારા સુંદર રીતે કામગીરી પૂરી પાડી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે મંચસ્થ આગેવાનો તેમજ ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં બજાર સમિતિના ચેરમેનો અને સેક્રેટરીઓ તેમજ કર્મચારી ગણની સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.