પાટણમાં આ વર્ષે ઉતરાયણ પર્વમાં દોરીમાં 100 અને પતંગની કોડીમાં 50 રૂપિયાનો વધારો

પાટણ
પાટણ

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ પતગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે.કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે.

આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મૈંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.

બગવાડા ખાતે શરૂ થયેલ વેપારીઓએ જણાવ્યું હતું કે , છેલ્લા કેટલાય વર્ષથી વેપાર કરીએ છીએ પાટણ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ હજુ જામ્યો નથી. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે પણ જેવી જોઈએ તેવી ખરીદી નથી .બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 100 થી 150 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકનાં પંજાના 100 થી120 , નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ છે.

દોરી ના ભાવ માં પણ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક હજારવાર થી લઇ પાંચ હજાર વાર ની દોરી માં ભાવ વધવા પામ્યા છે શહેરમાં ખરીદીમાં હાલમાં મંદીની સીધી અસર જોવા મળી રહી છે પરંતુ પર્વ નજીક આવતા છેલ્લા બે દિવસ ખરીદીમાં 50 ટકાથી વધુ વધારો થશે અને બજાર ખરીદી માટે લોકોની ભીડ જોવા મળશે. તવુ વેપારીઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.