વિકરાળ આગની ચપેટમાં પાંચ દુકાનો આવી માલ સામાન બળીને ખાખ ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો

પાટણ
પાટણ

પાટણ શહેર ના મેન બજારમાં ઘીમટા નજીક રાત્રે 5 જેટલી દુકાન માં આ અગમ્ય કારણો સર આગ લાગી હતી .આગ ની જાણ પાટણ નગર પાલિકા ના ફાયર વિભાગ ને કરતા તાત્કાલિક ફાયર વિભાગ ના કર્મચારીઓ ફાયર ફાયટર સાથે આવી આગ પર પાણી નો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પાટણ શહેરના મેન બજારના ઘીવટ નજીક આવેલ વિશાલ ફૂટવેર,સહારા,ફૂટવેર,ડોલર ફૂટવેર, માં આગ લાગી હતી.ત્યાર બાદ આગ બાજુ માં આવેલી બાલચંદ્ર એન્ડ કંપની ના પ્રસરી રહી પરંતુ તેમાં એલિવેશન બળી ગયું હતું તો બાજુ માં આવેલ હીરા જવેલર્સ ની દુકાન આગની ઝપેટમા આવી હતી અને આગળના એલિવેશન બળી ગયું હતું આમ આગ ઝપેટમાં આવનાર લગભગ તમામ દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ છે અને દુકાન માલીકોને અસહ્ય ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નગરપાલિકાના ફાયર વિભાગ ના કર્મચારીઓ 2 ફાયર ફાઇટર અને બે ટેન્કર મારફતે પાણી નો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.ફાયર વિભાગ ની સાથે સેવાભાવિ યુવાનો પણ મદદ માં લાગ્યા હતા.આગ માં કોઈ જાન હની થઈ નહતી. આગ જોવાં માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે પહોંચી લોકો ને વિખેયા હતા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. ખસેડયા હતા .સૂત્રો પાસે થી મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થી આગ લાગી હોય અનુમાન છે.

સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સહારા ફૂટવેર અને વિશાલ ફૂટવેર માં ઉપર પડેલ બુટ ચપ્પલ કાર્ટૂન માં સૉર્ટ સર્કિટ ના કારણે આગ આગ લાગી હતી,પવન ના કારણે આગ બાજુ ની બાજુ ની ડોલર ફૂટવેર પ્રસરી હતી અને ત્રણે દુકાન નો માલ સમાન બળી ગયો હતો જયારે બાજુ માં આવેલી બલચંદ અને હીરા જેવલર્સ માં ના બહાર ન એલિવેશન ને બળી જતા ભારે નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.