આજથી અમદાવાદ-અયોઘ્યા ફલાઇટનો પ્રારંભ, કેક કાપીને કરવામાં આવી ઊજવણી

ગુજરાત
ગુજરાત

આજથી અમદાવાદ-અયોઘ્યા વચ્ચેની પ્રથમ ફલાઇટનો પ્રારંભ થયો છે. પ્રવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી. કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. હવાઈ મુસાફરો રામ, લક્ષ્મણ, જાનકીનો વેશ ધારણ કરી તૈયાર થયાં હતાં. પ્રથમ ફલાઇટમાં વિદેશી મુસાફરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરનું ઉદ્ઘાટન કરશે. અયોઘ્યા જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અમદવાદ-અયોઘ્યા વચ્ચે ત્રણ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ આયોધ્યા ધામ એ આયોધ્યાના નવાં એરપોર્ટનું નામ છે. અમદાવાદ એરપોર્ટથી આયોઘ્યા સુધી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા નોન સ્ટોપ ફલાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 11 જાન્યુઆરીએ ફલાઇટનું સંચાલન થશે.

મુસાફરોને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી આયોધ્યા સુધીનું 3999 ભાડું ચૂકવવાનું રહેશે. આ ફલાઈટ દ્વારા મુસાફરો 1 કલાક 50 મિનિટમાં આયોધ્યા પહોંચી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.