કડી ONGCમાં ડ્રાઇવરની નોકરી પુરી કરી ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના મણીપુર ગામના વતની અને ONGCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા આધેડ પોતાની નોકરી પૂરી કરીને પોતાના ઘરે મણીપુર ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે તેઓને ધડાકાભેર ટક્કર મારતા તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ બાવલુ પોલીસે અકસ્માતિક ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.વિરમગામના વતની અને અત્યારે હાલ કડીના મણીપુર ખાતે રહેતા વિષ્ણુભાઈ રાવળ કેજો કડી ONGCમાં ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરી કરી રહ્યા હતા. મંગળવારે રાબેતા મુજબ તેઓ પોતાની નોકરીએ અડધી નાઈટ શિફ્ટમાં કડી ONGC ખાતે આવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોજાપુરી પાટીયા પાસે પહોંચતા તેઓનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું.


સાંજે પલ્સર બાઈક લઈને બુધવારે સવારે તેઓ નોકરી અર્થે કડી આવ્યા હતા અને નોકરી પતાવીને પોતાના ઘરે મણીપુર ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રોજા પૂરી પાસે બાઈક લઈને પહોંચતા ચંદ્રાસણ રોડ ઉપરથી આવતા અજાણ્યા વાહને તેઓને ટક્કર મારી હતી. જેથી તેઓ ધડાકાભેર રોડ ઉપર બાઈક સાથે પછડાયા હતા. વહેલી સવારે અકસ્માત થતા અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.રોડ ઉપરથી નીકળતા લોકોએ 108ને કોલ કર્યો હતો અને પરિવારનો સંપર્ક કર્યો હતો. જે દરમિયાન પરિવારજનો આવી પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી, પરંતુ સ્થળ ઉપર જ મોત થતાં બાવલુ પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે બાવલુ પોલીસ આવી પહોંચી હતી અને લાશનો કબજો મેળવી લાશને કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.