મણિનગર ગોરના કુવા પાસે એક લારીને જવા દેતા અને બીજાની ઉઠાવતા બબાલ

ગુજરાત
ગુજરાત

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે. આ કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાવાની અનેકવાર ઘટના સામે આવતી રહે છે. ત્યારે મણિનગર ગોરના કુવા પાસે એસ્ટેટ ખાતાની કામગીરી દરમિયાન ઘર્ષણ થયુ હતું.લારી ધારકનો આક્ષેપ છે કે એસ્ટેટ વિભાગે એકતરફી કાર્યવાહી કરીને લારીવાળાને જવા દીધો હતો. નાસ્તાની લારીને દબાણની ગાડીમાં ભરી લેતા બેરોજગાર થવાની ભીતિએ યુવક દબાણની ગાડી આગળ સૂઇ જતા મામલો બિચક્યો હતો.


યુવક સાથે એસ્ટેટ વિભાગના સ્ટાફની રકઝક અને ઝપાઝપી થતા કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. આ સમયે મોટી સંખ્યામાં સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ પણ એકઠા થઇ ગયા હતા. તમામે સ્ટાફને ભેદભાવ વગર અને કાયદા મુજબ અને નિયમ પ્રમાણે રસ્તા પરની તમામ લારીઓ વિરુદ્ધ એકસરખી દંડનીય કાર્યવાહી કરવા ટકોર કરી હતી.જોકે મામલો વધારે બિચકતા ખોખરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ દરમિયાન ગોરના કુવાથી કેનાલ સુધીના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.