રાજકોટ-મોરબી હાઈવે પર કાર સળગી ઉઠી : ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

ગુજરાત
ગુજરાત

ટંકારાના ધ્રુવનગર નજીક રાત્રીના સમયે રસ્તા વચ્ચે ઇકો કાર સળગી ઉઠી હતી. અચાનક કારમાં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો અને જાગૃત નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગને કાબુમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.


બનાવની મળતી વિગતો અનુસાર ગત રાત્રીના સમયે રાજકોટ-મોરબી હાઈવે પર ધ્રુવનગર નજીક રોડ સાઈડ ઇકો કારમાં ઓચિંતા આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગમાં આખી કાર લપેટાઈ ગઈ હતી અને કાર ભડભડ સળગવા લાગી હતી. રોડની વચ્ચોવચ કાર સળગી ઉઠતા રોડ ઉપરથી નીકળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સળગતી કાર ઉપર સતત પાણીનો મારો ચાલવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.આ અંગે ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. અને કારમાં ડ્રાઇવર કે કોઈ માલિક ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો. અલબત્ત કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આગને રસ્તા વચ્ચે આગને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને ફાયર ફાઈટરોએ ક્લિયર કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.