શ્રીકૃષ્ણકૃપા ભક્તિસેવા આશ્રમ-દિયોદરના માધ્યમથી સતત કાર્યરત રહેતા જાણીતા ભાગવત કથાકાર પ્રવિણભાઈ ભગતજી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કરિયાણા કે કટલરીનો વેપારી જયારે સારા વિચારોનો વેપારી બને ત્યારે ખુબ મોટી માનવ સેવા થઈ શકે છે.તા.૮-૯-૧૯૬૩ ના રોજ માતા શંકુબેન અને પિતા પ્રવિણભાઈ દલપતરામ ઠક્કરના પરિવારમાં રવેલ (બનાસકાંઠા) ખાતે જન્મેલા પ્રવિણભાઈ ઠક્કર (ભગતજી) નાની ઉંમરથી જ ભગવાનના વિચારોથી રંગાયેલા સેવાભાવી મહામાનવ છે. અનેક મહાપુરૂષો પોતાની પરભવની પુણ્યશાળી મૂડી લઈને આ પૃથ્વી ઉપર જન્મ લે છે અને સમય પાકતાં જ સત્કાર્યોમાં લાગી જાય છે.માત્ર એસ.એસ.સી. સુધીનો જ અભ્યાસ ધરાવતા પ્રવિણભાઈ ભગતજી જીવદયા, ભાગવતકથા અને સેવાકાર્યોમાં પી.એચ.ડી.હોય તેવું તેમનું પ્રેરણાદાયી કાર્ય છે. નિરાભિમાની,નિર્દોષ, નિખાલસ, નિરાડંબરી,નિયમિત, હસમુખા, સરળ, પ્રેમાળ એવા પ્રવિણભાઈ ભગતજી એક મુઠી ઉંચેરા મહામાનવી છે. તેમના ભાઈઓ હરિભાઈ, ડૉ. દિનેશભાઈ અને બહેનો શ્રીમતી મધુબેન શંભુલાલ ઠક્કર, શ્રીમતી ચંપાબેન રસિકલાલ ઠક્કર, શ્રીમતી સવિતાબેન આત્મારામ ઠક્કર સહિતનું છ ભાઈઓ-બહેનોનું પરિવાર ખુબ જ સંગઠીત અને સત્કાર્યોને વરેલું છે.
પૂજ્ય પ્રવિણભાઈ ભગતે નબળી આર્થિક પરીસ્થિતિને લઈને ધો.૭,૮,૯,૧૦ સુધીનો અભ્યાસ બંધવડ સંસ્કારધામ વિદ્યાલય ખાતે કર્યો અને બંધવડમાં પોતાની બહેન મધુબેનના ઘેર રહીને જ ભણ્યા.અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રવેલમાં જ કરીયાણાની દુકાન ઉપર બેઠા અને થોડાક સમય બાદ અમદાવાદ ખાતે મેડીકલ સ્ટોર શરૂ કર્યો.તેમનાં સત્કાર્યોમાં હરહંમેશાં સહયોગી એવા તેમનાં ધર્મપત્ની શ્રીમતી રમીલાબેન,પુત્ર કોશિકભાઈ,પુત્રવધૂ પ્રીતીબેન, દિકરી રક્ષાબેન તેમજ જમાઈરાજ જનકકુમાર સહિતનું સમગ્ર પરિવાર અને સૌ સ્નેહીજનો પણ પ્રવિણભાઈ ભગતજીના ધાર્મિક કાર્યોમાં સહકાર આપે છે.પ્રવિણભાઈ ભગતજીને અભિનંદન આપવા તેમનો મો.નં. ૮પ૧૧૯૪૦૪૦૦ છે.
પૂર્વ જન્મના સંસ્કારોને લઈને ર૦૧૦ ના વૈશાખ મહિનામાં અમદાવાદ-નરોડા ખાતે શંકર ભગવાનના મંદિરના લાભાર્થે તેમણે સૌ પ્રથમ કથા કરી. આ કથા પહેલાં તેમને મણકાની તકલીફ હતી પરંતુ પ્રભુ કાર્યમાં વિશ્વાસ હોય એટલે શરીર પણ સાથ આપવા લાગે તે રીતે પ્રથમ કથા પછી જ તેમની મણકાની તકલીફ પણ દૂર થઈ અને પછી તો એમણે સતત કથાઓ ચાલુ જ રાખી. ર૦૧ર માં તેમની ડીસા ખાતે પણ કરી હતી અને અત્યાર સુધી ર૭ જેટલી કથાઓ થઈ ગઈ છે.એક દિવસ ભેસાણા ગૌશાળા પાસેથી પસાર થતાં જ ગૌશાળા જાેઈને ત્યાંની સંચાલિકાઓને મળ્યા, પરિસ્થિતિ જાણી અને પછી તો આ ગૌશાળા માટે પણ અનેક વાર કથાઓ કરી.ભેસાણા ગૌશાળા માટે અમદાવાદમાં ત્રણ વખત, દિયોદર, ડીસા, ભાભર, થરા, રાધનપુર, ગાંધીધામ, હારીજ બે વખત, પાટણ, અસા આશ્રમ બે વખત એમ અનેક સ્થળોએ કથા કરીને ભેસાણા ગૌશાળાને શકય તેટલા વધુ ઉપયોગી થયા. કથાઓ કરતાં કરતાં તેમના મનમાં વૃદ્ધો માટે એક સરસ વિચાર આવ્યો અને સનાતન હિંદુ સમાજના વયસમૃદ્ધ ભાઈઓ/બહેનો ભકિત કરી શકે અને તેમની સેવા પણ થાય તે માટે દિયોદર-શિહોરી રોડ ઉપર નવા ખાતે ‘શ્રીકૃષ્ણકૃપા ભક્તિ સેવા આશ્રમ’ તેમના માધ્યમથી નિર્માણ પામી રહ્યો છે જેનું દીવાળી આસપાસ ઉદઘાટન પણ થનાર છે.જાેકે આ માટે ભગવાને તેમને નિમિત્ત માત્ર બનાવ્યા છે તેવું તેઓ માને છે.
નવા ગામના ખુબ જ પુણ્યશાળી, નસીબદાર અને ભાગ્યશાળી એવા નારણભાઈ જેઠાભાઈ પટેલે આ આશ્રમ માટે એક વીઘો જગ્યા બક્ષિસ આપીને ભૂમિદાતા બન્યા છે. આ આશ્રમમાં ૧પ૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી રહેશે જેમાં ધાર્મિક કે સામાજીક કાર્યક્રમો થઈ શકે. સંપુર્ણ સગવડવાળા ર૮ રૂમો બનનાર છે.જેમાં રૂા. ૧,રપ,૦૦૦ ના ૧૪ દાતા મળી ચૂકયા છે અને ૧૪ બાકી છે. અગીયાર લાખના મુખ્ય દાતાશ્રીના નામથી સત્સંગ હોલ અને અગિયાર લાખના મુખ્ય દાતાશ્રીના નામથી ડાઈનીંગ હોલ બનનાર છે જે દાતા પણ મળી જશે. રૂપિયા પ૧૦૦૦ કે તેથી વધુ રકમ આપનારની તકતીઓ પણ બે હોલમાં લાગશે. ૧૬૦ઠ૧૬૦ એટલે કે અંદાજે રપ૦૦૦ ચોરસ ફૂટની આશ્રમની આ જગ્યામાં વિવિધ વૃક્ષો પણ વાવવામાં આવશે જેથી ગોકુળ-વૃંદાવન જેવું વાતાવરણ લાગે. બાંકડા, હીંચકા સહીતની પણ સગવડ કરાશે.અસા આશ્રમ ખાતે કથાઓ કરેલ ત્યારે અશોકભાઈ અમીચંદભાઈ ઠક્કરનો પૂરતો સહકાર મળેલ. ગાંધીનગર આમ્રપાલી વૃદ્ધાશ્રમ ખાતે પણ તેમની કથા થયેલ છે.
ભાગવત કથા કરતાં કરતાં સમાજ સેવા કે ગૌ સેવાનો વિચાર આવવો અને તેને અમલમાં મુકવો એ બહુ જ પ્રેરણાદાયી વાત છે અને તે કામ પૂજ્ય પ્રવિણભાઈ ભગતજીએ કર્યું છે. હરિદ્વારવાળા સતપાલજી મહારાજ તેમના ગુરૂજી છે. બંધવડવાળા પૂજ્ય મધુસુદનજી મહારાજ, ટોટાણાના પૂજ્ય સદારામ બાપુ, રાધનપુરના નારણદાસજી બાપુ આ બધા દેવ થઈ ગયા છે પરંતુ તેમના બધાના ભરપુર આશીર્વાદ પ્રવિણભાઈ ભગતજીને મળેલા છે. કમીજલાના યુવાન મહંત પૂજ્ય જાનકીદાસજી બાપુ, જાણીતાં કથાકાર પૂજ્ય રમાબેનજી હરીયાણી અને ગૌભકત કાળીદાસજી મહારાજના પણ તેમને આશીર્વાદ મળેલ છે.
આ પૃથ્વી ઉપર કરોડો માણસો જન્મ લે છે અને વિદાય લે છે પરંતુ કેટલાક પ્રેમ, ભક્તિ, કરૂણા, દયા, માણસાઈને આધારે તેમનું જીવન સફળ બનાવી જાય છે.પૂજ્ય પ્રવિણભાઈ ભગતે પણ તેમનું જીવન સત્કાર્યો, સેવાકાર્યો, ધર્મકાર્યો થકી સફળ બનાવ્યું છે. રઘુવંશી લોહાણા સમાજમાં અનેક સંતો, ભકતો પાકયા છે અને વર્તમાનમાં પૂજ્ય પ્રવિણભાઈ ભગતજી પણ રઘુવંશી લોહાણા સમાજનું એક આગવું ગૌરવ કહી શકાય એવા સનાતન હિંદુ ધર્મના મહારક્ષક તરીકે કાર્ય કરી રહેલ છે. પૂજ્ય પ્રવિણભાઈ ભગતજીના જીવન ઉપર એક સરસ પુસ્તક લખી શકાય પરંતુ હાલ તો તેમના પરીચય પૂરતો જ આ લેખ લખ્યો છે. પૂજય પ્રવિણભાઈ ભગતના જીવનકાર્યને કોટિ કોટિ વંદન, અભિનંદન અને નિરામય આયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના સહ શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.