વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો રુટ પર એમ્બ્યુલન્સ ફસાઈ : આજે રોડ-શો

ગુજરાત
ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ઉદ્ઘાટન થઈ ગયું છે. સમગ્ર વિશ્વની ગુજરાત પર નજર છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યુએઈના પ્રેસિડેન્ટ પણ આ ભવ્ય રોડ શોમાં હાજર રહેવાના છે. દેશ-વિદેશના અતિથીઓ આવવાના હોઈ તેમની સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાન અને રાજ્યના પોલીસ વિભાગે સમગ્ર તૈયારીઓ કરી લીધી છે.આજે રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનો રૂટ અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રહેશે. વડાપ્રધાનના ભવ્ય રોડ શોને લઈને અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસએ સંયુક્ત રીતે આગોતરું આયોજન કરીને વિવિધ રુટ પર ડાયવર્ઝન આપ્યા છે અને કેટલાક રસ્તાઓ પર વડાપ્રધાન મોદીના રુટમાં સુરક્ષાના કારણોસર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી જાહેર જનતાને તકલીફ ના પડે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આવનારા વિવિધ દેશોના વીવીઆઈપી અતિથિઓના કોનવોય સિવાય અન્ય વાહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પીએમ મોદીના રોડ શોને લઈને એરપોર્ટ થી ગાંધીનગર સુધીના રોડ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે રોડ પર વિવિધ સ્ટેજ બનાવાયા છે અને તેની સાથે ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવતા બેનરો વેગરે લગાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો આજે બપોરે 2 વાગ્યા બાદ યાજાવાનો છે જેથી એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીના રુટમાં આવતા તમામ રસ્તાઓને જાહેર જનતા માટે બંધ કરવામં આવ્યા છે. જેથી એરપોર્ટ થી ગાંધીનગર સુધીનો આ માર્ગ જાહેર જનતા માટે બંધ રહેશે.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને આજે અમદાવાદના એરપોર્ટ પરના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિક જામ અમદાવાદના પોશ વિસ્તાર એવા શાહીબાગ દફનાળાથી એરપોર્ટ સર્કલ સુધી હેવી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જેથી અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના ડીસીપીએ સ્પીકર પર જાહેરાત કરી હતી અને ટ્રાફિકને દુર કરવામાં લાગી ગયા હતા.મહત્તવનું છે કે, આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો ભવ્ય રોડ શોનો રુટ અમદાવાદ એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધીનો હતો. જેમાં ફેરફાર કરીને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટના ભવ્ય રોડ શોનો રુટ અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સુધીનો કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.