ઊંઝામાં હાઇવે નજીક ટ્રાફિક જામને લઈ આજે દુકાનોદારોએ દુકાનો બંધ કરી વિરોધ દર્શાવ્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેરમાંથી હાઇવે તરફ આવવાના ગરનાળામાંથી બહાર નીકળવાના માર્ગ પાસે ઓવરબ્રિજ તરફ દરરોજ સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યોથી આસપાસના વેપારીઓ તંગ આવી ગયા હતા. તેમણે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન મળવાને કારણે છેવટે આજે તેમણે દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓના વિરોધને પગલે ઊંઝા પોલીસ તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું અને આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા છેવટે વેપારીઓએ પોતાની દુકાનો રાબેતા મુજબ શરૂ કરી હતી. ઊંઝા PSIએ જણાવ્યું હતું કે, વેપારીઓની મુશ્કેલી સંદર્ભે તેમની સાથે મુલાકાત કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા વેપારીઓએ રાબેતા મુજબ પોતપોતાની દુકાનો ચાલું કરી દીધી હતી.


આ અંગે નગરપાલિકા પ્રમુખ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, દુકાનદારોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં અમે પોલીસ તંત્ર સાથે મળીને શક્ય એટલા પૂરતા પ્રયત્નો કરવા તૈયાર છીએ.નોંધનીય છે કે, ઊંઝા બસ સ્ટેશન પાસે જેમને ટ્રાફિક પોઇન્ટની જવાબદારી સોંપવામાં આવી છે એ પોલીસ જવાન આ પોઇન્ટ પર હાજર રહેતા નથી. જેને પરિણામે અહીં અવાર નવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા જોવા મળે છે. જેને લઇને લોકો અને આસપાસના વેપારીઓ પરેશાન થાય છે. બીજી બાજુ રિક્ષાઓ અને અન્ય પેસેન્જર ભરતા ખાનગી વાહનો સામે નરમ વલણ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ઝડપથી આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં પ્રયાસો થાય તે વર્તમાન સમયની ઉગ્ર માગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.