મોડાસા શહેરમાં ધમધમતા સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા બંધ કરાવવા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું
શહેરોમાં હોટલોની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો છે. સ્પાની આડમાં ગોરખધંધા પણ ગેરકાયદેસર રીતે શરૂ હોય છે. જેની યુવાનો પર વિપરીત અસર પડે છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લાભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, નિકુંજ રાઠોડ સહિત આગેવાનોએ પોલીસવડા શેફાલી બારવાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. લાઇસન્સ વિના ચાલતા સ્પા સેન્ટરોમાં અને ગેસ્ટહાઉસમાં ચાલતા દેહ વેપાર અને દેશી, વિદેશી દારૂના અડ્ડા તેમજ ડ્રગ્સ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસવડા શેફાલી બારવાલે આ બાબતે ગંભીર હોવાની સાથે આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પગલાં ભરશે હોવાની આગેવાનોને ખાત્રી આપી હતી.