વડનગરમાં 11 મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

મહેસાણા
મહેસાણા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના જિલ્લા અને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી મહેસાણા જિલ્લામાં 11 જાન્યુઆરીના રોજ વડનગર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ માટે આજરોજ વડગર ખાતે સ્થળ મુલાકાત માટે નિવાસી અધિક કલેકટર એસ.સી. સાવલિયાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે નિવાસી અધિક કલેકટરએ વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા. કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગિક અન્ય વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત ફાયર બ્રિગેડ, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતની બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.