બેંકમાં પૈસા જમા કરવા આવેલા ખેડૂતને રૂપિયાના બંડલો છુટા પાડવાનું કહી બે ગઠિયાઓએ 62 હજાર સેરવી લીધા

મહેસાણા
મહેસાણા

મહેસાણાના માકણજ ગામના ખેડૂત સાથે મોઢેરા રોડ પર આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામા પૈસા લગતી છેતરપીંડીની ઘટના સામે આવી છે.જેમાં ખેડૂત પોતાની પાસેથી 1.85 લાખની રોકડ રકમ બેંકમાં ભરવા ગયા હતા જ્યાં બેંકમાં બે અજાણ્યા શખ્સોએ તેમને પૈસા બંડલ માંથી છુટા કરી દો નહિ તો કેસ નહીં લે તેવી વાત કરતા બંડલ છુટા કરવામાં બે શખ્સો એ ફરિયાદીની મદદ કરવાના બહાને 62 હજાર રોકડા પોતાની પાસે રાખી લીધા હતા.અને ફરાર થઇ ગયા હતા.

જ્યારે ખેડૂત પૈસા જમા કરાવવા લાઈનમાં ઉભા હતા અને કેશિયરે મશીનમાં પૈસા મૂકી ગણતરી કરતા 1.23 લાખ કેસ હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે ખેડૂત સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે તેઓએ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા તાલુકાના માકણજ ગામના પરાવાસમાં રહેતા આધેડ વયના ખેડૂત સુરેશભાઈ ભુદરભાઈ પટેલ પોતાના વડીલો પરજિત જમીન વેચાણ થઈ હોવાથી પોતાના ભાગના 1.85 લાખ રૂપિયા લઈ 30 ડિસેમ્બર ના રોજ મહેસાણા ખાતે મોઢેરા રોડ પર આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા.જ્યાં ખેડૂત પૈસા ભરવા માટે પૈસાના બંડલ સરખા કરી રહ્યા હતા એ દરમિયાન તેમની પાસે અજાણ્યા બે શખ્સો આવી કહ્યું કે “બંડલ માંથી પૈસા છુટા કરી દો નહિ તો કેસ લેશે નહિ” એમ કહી ખેડૂત પાસ રહેલા બંડલ છુટા કરાવવા તેઓ મદદ કરવાના બહાને કેટલાક રૂપિયા ખેડૂતની જાણ બહાર પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા.

ખેડૂત જ્યારે પૈસા જમા કરાવવા કેશિયર કેબિન પાસે ગયા એ દરમિયાન મશીનમાં પૈસા ગણતા માત્ર 1.23 લાખ રૂપિયા હોવાનું સામે આવતા ખેડૂત ચોકી ઉઠ્યા હતા અને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.ગણતરી દરમિયાન 62 હજાર રૂપિયા ઓછા હોવાનું જાણવા મળ્યું હતું પ્રથમ તો ખેડૂતે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું જોકે સુરતના ઉમરા પોલીસમા આ પ્રકાર ના ગુન્હામાં માણસો પકડાયેલા હોઈ ખેડૂતે બાદમાં મહેસાણા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બે ઠગ બાજો સામે ફરિયાદ નોંધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.