રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને લીધે ખેડૂતોમાં ચિંતાના વધી છે. કમોસમી વરસાદ પડશે તો પાકને નુકસાન થશે. જેથી ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. આ કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે.

આ જીલ્લાઓમાં પડશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી,વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી,વલસાડ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને બોટાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની સાથે ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.