ફતેપુરાના બલૈયા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 શખ્સો ઈજાગ્રસ્ત : સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત
ગુજરાત

ફતેપુરાના બલૈયા રોડ પર આવેલ પેટ્રોલપંપની આગળ બે મોટરસાયકલ સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમા બાઈક સવાર ત્રણ ઈસમો ઇજાગ્રસ્ત થતા સારવા સરકારી દવાખાના ખાતે ખસેડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા ગામના બલૈયા રોડ વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલપંપ આગળ બે મોટરસાયકલ સામ-સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માતમાં બંને મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, ઘટનાની જાણ ફતેપુરા પોલીસને કરતા ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી દવાખાના ખાતે ખસેડ્યા હતા. ફતેપુરા પોલીસ અકસ્માત સંદર્ભ વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.