ઊંઝાના દાસજ ગામે દુધાળા પશુઓને પ્રતિબંધિત ઇન્જેક્શનની દવાઓ આપતા શખ્સને ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ આચરતા ઈસમો સામે એસ.ઓ.જી ટીમે લાલ આંખ કરી ઈસમો ને ઝડપી કડક કાર્યવાહી કરી રહી છે.ત્યારે મહેસાણા એસઓજી.ટીમે બાતમી આધારે ઊંઝાના દાસજ ગામે દુધાળા પશુઓને પ્રતિબંધિત ઇન્જેકસ આપતો ઈસમ ઝડપાઇ ગયો હતો.

મહેસાણા એસઓજી ટીમના પો.કો ધરમસિંહ અને પો.કો સંજય કુમાર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે દાસજ ગામે ગોગા મહારાજા ના મંદિર સામે તળાવની કિનારે દેવીપૂજક વાસમાં રહેતો દિલીપ ભાઈ સુરેશભાઈ દેવી પૂજક ગેરકાયદેસર રીતે દુધાળા પશુઓના દૂધ દોહવાના ઇન્જેકસનમા વપરાતી દવાની બોટલો રાખી વ્યાપર કરતો હોવાની જાણ પોલીસને થતા એસઓજી ટીમે દરોડો પાડી આરોપી ને ઝડપી લીધો હતો.ઝડપાયેલા ઈસમ દુધાળા પશુઓને દૂધ દોહવા માટે ઇન્જેકસનમા વપરાતી પ્રતિબંધિત દવાની 150 બોટલો તેની પાસેથી પોલીસે કબ્જે કરી હતી.સમગ્ર કેસમાં પોલીસે 15000 કિંમતની બોટલો કબ્જે કરી દેવીપૂજક દિલીપ ભાઈ ને ઝડપી વધુ તપાસ માટે ઊંઝા પોલીસને સોંપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.