બ્રોડગેજ રેલેવે લાઈન પર ઉંચાઈ વધારવા ગ્રામ પંચાયતોએ DRUCC મેમ્બર અને કલેક્ટરને રજૂઆત કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વડાલીમાં 2 અને ખેડબ્રહ્મા 1 એમ ત્રણ સ્થળે અન્ડર બ્રિજની ઉંચાઈ વધારવા ગ્રામપંચાયતો સહીત વિવિધ સંગઠનો અને ફેક્ટરીના માલિકોએ લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર, DRUCC મેમ્બર અને પ્રોજેક્ટ મેનેજરને કરી છે.


આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનનું કામગીરી ચાલી રહી છે. વડાલીમાં વડાલીથી ન્યુ કોટન માર્કેટયાર્ડ વચ્ચે રેલવે અન્ડર બ્રીજ અને વડાલીથી ન્યુ કોટન માર્કેટયાર્ડ અને વડાલીથી થુરાવાસ ગામના રોડ પર ચામુંડા માતાજીના મંદિર પાસે એમ બે સ્થળે અન્ડર બ્રિજની ઉંચાઈ 5 મીટરથી વધારીને 7 મીટર કરવા લેખિત માગ કરવામાં આવી છે. વડગામડા , થેરાસણા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વડાલી, કિસાન સંઘ દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે. તો ખેડબ્રહ્માના ગાડું અને નાદરી ગામ વચ્ચે રેલવે અન્ડર બ્રીજની ઉંચાઈ 4.85 મીટરને બદલે 5.30 મીટર કરવા માંગ ગાડું ગ્રામ પંચાયત, દીપ કોન્ડ સ્ટોરેજ, સાબર સીડસ પ્રોસેસિંગ યુનિટ અને શ્રીરામ સીડ્સ પ્રોસેસિંગ યુનિટ દ્વારા લેખિત રજૂઆત પ્રોજેક્ટ મેનેજર અને જિલ્લા કલેક્ટરને કરી છે. તો DRUCCના સાબરકાંઠાના ખેડબ્રહ્માના પ્રતિનીધ મોહન પટેલને રજૂઆત થતા તેમણે પણ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત ઉપરાંત અમદાવાદ રેલવે વિભાગમાં કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.