વિસનગરના ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આત્મ નિર્ભર બનવા પ્રોત્સાહિત કરી

મહેસાણા
મહેસાણા

વિસનગરના કડા ચોકડી નજીક આવેલ ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે તળ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ તેમજ વક્તા તરીકે જાણીતા મોટીવેશનલ કાજલ ઓઝા વૈદ્ય હાજર રહી મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટે સમજણ આપી હતી. જેમાં 3000થી પણ વધુ મહિલાઓએ હાજરી આપી હતી.


વિસનગરમાં તળ કડવા પાટીદાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ માટે, સમાજના લોકો માટે, સમૂહ લગ્ન સહિતનું આયોજન કરાય છે. ત્યારે સમાજની મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓએ આત્મનિર્ભર બનાવવા માટે વક્તા તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સમાજની મહિલાઓએ આત્મનિર્ભર કેવી રીતે બને તે અંગેની સમજ આપવામાં આવી હતી. સાથે સાથે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ અને સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગના પ્રમુખ વંદિતાબેન પંડિત, ગાર્ગીબેન, સમાજની નગરપાલિકાના મહિલા સભ્યો શારદાબેન, ચાર્મીબેન, ચેતનાબેન, પૂર્વ પ્રમુખ શકુંતલાબેન, પત્રકાર લક્ષ્મીબેન, મહિલા કારોબારી સભ્યો સહિત સમાજના આગેવાનો અને 3000થી પણ વધુની સંખ્યામાં સમાજની બહેનો તેમજ મહિલાઓ હાજર રહી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.