પાલનપુરમાં રેલવે સ્ટેશનની હદમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર રેલવે સ્ટેશનની હદમા આવેલા માલ ગોડાઉન નજીક કોઈ અજાણ્યો ઈસમની લાશ પડી હોવાનું રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પુરુષ પ્રથમ દ્રષ્ટિએ ઠંડી અથવા કુદરતી મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પાલનપુર રેલવે પોલીસના એ.એસ. આઈ.પ્રકાશસિંહ પરતાપસિંહએ જણાવ્યું હતું કે, માલ ગોડાઉન નજીક કોઈ અજાણ્યો પુરુષ મરણ હાલતમાં પડેલો તેવી જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, આ અજાણ્યા ઇસમે છીંકણી કલરનું ડિઝાઇન વાળું શર્ટ તથા કમરે વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલુ છે. જેનું કુદરતી મોત પ્રથમ દ્રષ્ટિએ થયેલું હોવાનું જણાવેલું આ પુરુષની લાશ સિવિલમાં પીએમ માટે મોકલી આપેલી છે જો કોઈ તેનો વાલી વારસો હોય તો રેલવે પોલીસ નો સંપર્ક કરવાનું પોલીસે જણાવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.