મહેસાણામાં જાહેર શૌચાલયને પાલિકાએ તોડી પાડતા અકળાયેલા સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી

મહેસાણા
મહેસાણા

મહેસાણાના આંબાવાડી વિસ્તારમાં સહકાર સોસાયટી નજીક આવેલા અને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા જાહેર શૌચાલય અગમ્ય કારણોસર તોડી પાડવામાં આવતા આસપાસના રહીશો અને દુકાનદારોએ સમગ્ર મામલે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.મહેસાણાના સહકાર નગર સોસાયટી પાસે આવેલા ગાર્ડન નજીક છેલ્લા પાંચ વર્ષ અગાઉ બનાવેલ જાહેર શૌચાલય પાલિકા દ્વારા એકાએક તોડી પાડવામાં આવ્યું હતું.આ શૌચાલયનો ઉપયોગ રોડ પર પસાર થતી મહિલાઓ પુરુષો તેમજ આસપાસના વ્યાપરીઓ કરતા હતા. જોકે, નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત ગટર જોડાણ નહીં કરી આપતા ગંદુ પાણી ઉબરાતું હતું, પરંતુ જે જોડાણ વ્યવસ્થિત કરવા ને બદલે પાલિકા દ્વારા આખી શૌચાલય તોડી પાડવામાં આવતા સ્થાનિકો અને સામેના માર્કેટના વ્યાપરીઓ અકળાયા હતા.


સમગ્ર મામલે સ્થાનિકો અને વ્યાપરીઓ ભેગા મળી નગરપાલિકામાં આ મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, શૌચાલય તાત્કાલિક બનાવી આપવામાં આવે. પાલિકા દ્વારા જ અગાઉ શૌચાલય બનાવી આપવામાં આવ્યું હતું. જોકે, નગરપાલિકાના પૈસે બનાવેલા શૌચાલનેય પાલિકા દ્વારા જ તોડી પાડવામાં આવતા નાણાંનો બગાડ થાય છે. તેમજ હવે ત્યાં શૌચાલય ન હોવાને કારણે લોકો જાહેરમાં રોડની સાઈડોમાં શૌચ ક્રિયા કરી ગંદકી ન ફેલાવે તે માટે નવું શૌચાલય બનાવી આપવા રજૂઆત કરવા આવનાર લોકોએ માંગ દર્શાવી હતી.સમગ્ર મામલે ચીફ ઓફિસર દર્શન ચાવડાએ જણાવ્યું કે, પાલિકા આપને દ્વાર કાર્યક્રમ દરમિયાન આસપાસના રહીશોએ આ શૌચાલયમાં મારતી દુર્ગધ અને અન્ય દુસંસ ફેલાવતા હોવાના મુદ્દા ઉઠાવ્યા હતા. જેના કારણે શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં ત્યાં તૈયાર શૌચાલય આવે છે એ મુકવા વિચારણા ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.