પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસને ચકમો આપતા આરોપીને પેરોલ ફર્લોની ટીમે ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પેરોલ ફર્લો સ્કોડે ડીસા વિસ્તારમાંથી એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળતી બાતમી હકીકતના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ભરતા આરોપી ડીસા વિસ્તારમાં ફરે છે જે આધારે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે આપેલ સૂચના અંતર્ગત જે.જી.સોલંકી, ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે પાલનપુર પશ્વીમ પોલીસ સ્ટેશન માં કલમ 406, 420 વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સંગ્રામસિંહ ભાથીજી ધૂંખ રહે.કોટડા ભાખર દાંતીવાડા વાળાને ડીસાથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા પાલનપુર પશ્ચીમ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળ ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.