રાજ્યમાં માવઠાની આગાહીને લઈ માર્કેટયાર્ડમાં એલર્ટ રહેવા સૂચના

ગુજરાત
ગુજરાત

ખેડૂતો પર એકબાદ એક પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો હોય એ પ્રકાર ની સ્થિતિ જોવા મળે છે. પહેલા ભારે વરસાદને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યા ત્યારે ફરી કમોસમી માવઠાએ ખેડૂતને રડાવ્યા હતા જે પછી એક નવી આશાઓ સાથે ખેડૂતોએ રવિ વાવેતર કર્યું. પરંતુ ફરી એકવાર કમોસમી માવઠાની સંભાવના કરતા ખેડૂત પર ચિંતાના વાદળો ઘેરાયા છે.ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ધરતી પુત્રો પર ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. આ વચ્ચે રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોનો અનાજનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટયાર્ડમાં આવતો તેમજ સંગ્રહ કરેલ માલ સુરક્ષિત રાખવા પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.આ અંગે પાટણમાં માવઠાની આગાહીને પગલે ડે.કલેક્ટરનો પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. આગાહી પગલે પાટણમાં ડે.કલેકટર દ્વારા પત્ર લખી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જેમાં દ્વારા પત્ર લખી પુરવઠા વિભાગ માર્કેટ યાર્ડ ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી છે.

જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જરૂરી જગ્યા હશે તો જ સામાન ઉતારવામાં આવશે. આ અંગે માર્કેટયાર્ડ દ્વારા 8 થી 11 /1/2024 સુધી જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ,મગફળી પરચુરણ જણસી શેડમાં જગ્યા હશે છે ત્યાં સુધી ઉતારવામાં આવશે.આ સાથે જ તમામ માર્કેટ યાર્ડના શેડની બહાર જણસી ન ઉતારવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. તેમજ કમોસમી વરસાદને લઈને ખેડૂતો પોતાના ખેતપેદાશ ઢાંકીને આવવા સૂચના આપવામાં આવી છે. તેમજ સસ્તા અનાજની દુકાનમાં આવતો પુરવઠાનો માલ પણ ગોડાઉનમાં યોગ્ય જગ્યાએ રાખવા અપીલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.