વિસનગરની એમ.એન.કોલેજના બે વિદ્યાર્થીઓએ આંતર યુનિવર્સિટી નેશનલ સ્પર્ધામાં સિલેકશન

મહેસાણા
મહેસાણા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર મહાવિદ્યાલય પાવરલિફ્ટિંગ અને બેસ્ટફિઝિક સ્પર્ધા સરકારી આર્ટસ કોલેજ બાયડ ખાતે યોજાઇ હતી. જેમ આ સ્પર્ધામાં વિસનગર એમ.એન.કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચેમ્પિયન્સ બની કોલેજનુ ગૌરવ વધાર્યું છે. જેમનું આંતર યુનિવર્સિટી નેશનલ સ્પર્ધા માટે સિલેકશન થયું છે. જેથી બંને વિદ્યાર્થીઓએ ચેમ્પિયન્સ બનતા કોલેજના આચાર્ય સહિત સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.


હેરિટેજ કોલેજમાં દરજ્જો પ્રાપ્ત કરનાર વિસનગરની એમ.એન.કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ કોલેજનુ ગૌરવ વધાર્યું છે. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારી આર્ટસ કોલેજ બાયડ ખાતે આયોજિત આંતર મહાવિદ્યાલય પાવર લિફ્ટીંગ અને બેસ્ટ ફિઝીક સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એમ.એન.કોલેજમાં એમ. એ સેમ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રજાપતિ મિતાલી રમેશભાઈ એ 63 કિલોગ્રામ વજનમાં ચેમ્પિયન બની કોલેજમાં ઇતિહાસ રચ્યો હતો.જ્યારે બેસ્ટફિઝીકમાં ઠાકોર કીર્તીજી કરશનજી એ 59 કિલોગ્રામ વજનમાં ચેમ્પિયન બની કોલેજનુ ગૌરવ વધાર્યું હતું. તેનું સિલેકશન આંતર યુનિવર્સિટી નેશનલ સ્પર્ધા માટે થયું છે. આમ કોલેજનુ ગૌરવ વધારતા બંને વિદ્યાથીઓને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. સંજય વ્યાસ, સ્પોર્ટસના પ્રોફેસર રત્નેશ પ્રસાદ, જીમખાના કમિટીના ચેરમેન મયુરસિંહ અડિઓલ સહિત તમામ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.