કડી પંથકમાં પોલીસે જ્વેલર્સના વેપારી સાથે બેઠક કરી

મહેસાણા
મહેસાણા

કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ક્રાઈમનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે હુમલાઓ, પશુ ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી, લૂંટ, હત્યા જેવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. જે અનુસંધાને કડી પોલીસ સતર્ક થઈને કડી શહેરના જ્વેલર્સના તેમજ સોના-ચાંદીના વેપારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનાઓ આપ્યા હતા.


કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટ જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે પોલીસે સતર્ક થઈને કડી પોલીસ સ્ટેશન ખાતે PSI એમ.કે પટેલની અધ્યક્ષતામાં જ્વેલર્સ અને સોના ચાંદીના વેપારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક કરીને વેપારીઓને જરૂરી સૂચનાઓ આપી અને સતર્ક રહેવાની સમજણ આપી હતી. દુકાન તેમજ શોરૂમની અંદર સીસીટીવી ફૂટેજ લગાવવા તેમજ દુકાનની બહાર સિક્યુરિટી રાખો સાથે સાથે અજાણ્યા કોઈ માણસો અથવા ઈસમો આવે અને તમને જો શંકા લાગે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.અજાણ્યા માણસો સોના-ચાંદીના દાગીના વેચવા માટે આવે તો જરૂરી ડોક્યુમેન્ટો તપાસવીને જ સોના ચાંદીના દાગીના લેવા તેમજ વધારે પડતી બેંકમાં કેસ લેવા જવું હોય તો પોલીસનો સંપર્ક કરવો, કડી બહાર સોના ચાંદીના દાગીના લેવા માટે જવાનું હોય તો પણ પોલીસને જાણ કરવી જેવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કડી શહેરના જ્વેલર્સના તેમજ સોના ચાંદીના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.