હિંમતનગરથી જામનગર અને માંગરોળ બે રૂટો પર નવીન ચાર ડીલક્ષ બસો આજથી શરુ કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર એસ ટી ડેપોમાં આજે હિંમતનગર ધારાસભ્યએ હિંમતનગરથી માંગરોળ અને હિંમતનગરથી જામનગર બે રૂટો પર નવીન ડીલક્ષ એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. ત્યારે હવે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત મુસાફરોની સવલતમાં વધારો થશે.આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર એસટી ડેપોને ચાર નવીન ડીલક્ષ એસટી બસની ફાળવણી કરવામાં આવી હતી. જે ચાર એસટી બસોને લાંબા રૂટ હિંમતનગરથી જામનગર અને હિંમતનગરથી માંગરોળ આમ બે રૂટો પર આ ચાર ડીલક્ષ એસટી બસ શરુ કરવામાં આવી છે. જે એસટી બસોનું શનિવારે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, પાણી પુરવઠા ચેરમેન રાજુભાઈ શર્મા, હિંમતનગર એસટી ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


આ અંગે હિંમતનગર એસટી ડેપો મેનેજર ચેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરથી જામનગર અને હિંમતનગરથી માંગરોળ આ રૂટ ચાલી રહ્યા છે. જે રૂટ પર નવીન ચાર ડીલક્ષ એસટી બસ ફાળવતા આ બે રૂટ પર ચાર બસો શરુ કરવામાં આવી છે. ડીલક્ષ એસટી બસોને શરુ થવાને લઈને મુસાફરોને વધુ સવલત મળશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિંમતનગરના એસટી ડેપો પર પ્લેટફોર્મ નંબર 6, 7, 8 પરથી હિંમતનગરથી જામનગર રોજ બપોરે 12.30 વાગે ઉપડશે અને રાત્રે 9.30 વાગે પહોચશે. બીજા દિવસે સવારે 7 વાગે જામનગરથી ઉપડશે અને સાંજે 4.15 વાગે હિંમતનગર પહોંચશે. હિંમતનગરથી માંગરોળ સવારે 7.45 વાગે ઉપડશે અને સાંજે 6.50 વાગે પહોંચશે. બીજા દિવસે માંગરોળથી સવારે 6.25 ઉપડશે અને સાંજે 5.30 હિંમતનગર પહોંચશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.