પાટણ યુનિવર્સિટીની દિવાલો પર રામચરિત્રના ચિત્રોનું ચિત્રાંકન કરાયું
આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર હિન્દુસ્તાનમાં અનેરો માહોલ છવાયો છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ તારીખ 18 જાન્યુઆરીથી તારીખ 22 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે કાર્યક્રમ અનુસંધાને ભગવાન શ્રીરામના જીવન ચરિત્રને શ્રીરામ ભક્તો જાણી શકે તેવા ઉદેશ સાથે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ની દીવાલો ઉપર ભગવાન શ્રી રામચંદ્રના જન્મથી લઈને તેઓના વનવાસ કાળ તેમજ પુનઃ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં આગમનને ચરિતાર્થ કરતા 50 થી વધુ રંગીન ચિત્રોનું ચિત્રાંકન કરવામાં આવી રહ્યું હોવાનું યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું.