સાબરકાંઠા LCBએ 13 વર્ષથી ચોરીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 13 વર્ષથી રાજય બહાર નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લઇ એ-ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચીકુકુમાર ઉર્ફે સિકંદર ચંપાલાલ મીણા (ઉ.વ.34, રહે. ગરબલ, તા.ઋષભદેવ, જિ.ઉદેપુર)ઓ છેલ્લા 13 વર્ષથી પોલીસ પકડથી દુર હતો. આ નાસતો ફરતો શખ્સ મળેલ બાતમી આધારે હાલ રાજસ્થાનના ભીનમાલ તાલુકાના દુમડીયા ગામેથી સ્ટાફના માણસોને લઇ જઇ તપાસ કરતા ચીકુકુમાર ઉર્ફે સિકંદર ચંપાલાલ મીણા મળી આવ્યો હતો. જેની હિંમતનગર LCB લાવી પુછપરછ કરી અટક કરી હિંમતનગર એ ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.