અંબાજી-સુરત બસને ડેપો મેનેજર સહિત અંબાજી ભાજપના સ્થાનિક નેતાઓએ લીલી ઝંડી આપી સંચાલન માટે પ્રસ્થાન કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

કોઈપણ શહેર કે ગામમાં જવા માટે સાર્વજનિક વાહનોમાં પહેલી પસંદગી એસટી બસની થતી હોય છે. ત્યારે ગુજરાતમાં પણ એસટી બસો લોકો માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. લોકો સુરક્ષિત અને સમયસર પહોંચવા માટે સાર્વજનિક વાહન તરીકે એસટી બસોનું ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અંબાજીમાં 2 નવીન બસોની ફાળવણી કરાતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આજે 2 નવીન બસો અંબાજી થી સુરત માટે આવતા અંબાજી બસ ડેપો મેનેજર અને અંબાજીના સ્થાનિક ભાજપ નેતાઓ બસોને લીલી ઝંડી આપી સંચાલન માટે પ્રસ્થાન કરાવી હતી.


પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઇ ચૌધરી સાહેબ દ્વારા વિભાગ ખાતે આવેલી નવીન વાહનો પૈકી 2 વાહન આજે અંબાજી ડેપો ખાતે ફાળવવામાં આવી હતી. આ નવીન વાહનને અંબાજી ભાજપ સત્તા મંડળના પ્રમુખ બકુલેશ શુકલ, મહામંત્રી નરેશ દેસાઈ, મહામંત્રી અભિષેક જૈન, યુવા મોરચા પ્રમુખ દિનેશ પૂજારી વગેરેની પ્રેરક હાજરીમાં નવીન ફાળવેલા વાહનને અંબાજી – સુરત માટે ફાળવણી કરી જાહેર જનતા માટે લીલી ઝંડી બતાવી સંચાલનમાં મુકી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.