વિસનગરમાં મહેસાણા જતા રોડ પર ખુલ્લા મેદાનમાં આગ લાગી : બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

મહેસાણા
મહેસાણા

વિસનગરથી મહેસાણા જતા રોડ પર સિદ્ધેશ્વરી માતાના મંદિરની સામે આવેલ સોસાયટીની બાજુના ખુલ્લા મેદાનમાં સૂકા ઘાસમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં સૂકા ઘાસમાં અગમ્ય કારણોસર આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમને કરતા તાત્કાલિક બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી આગ વધુ વિકરાળ બને તે પહેલા કાબૂ મેળવ્યો હતો. જ્યાં આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભય ફેલાયો હતો પરંતુ આગને કારણે કોઈ નુકસાન ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.


વિસનગરથી મહેસાણા જતા હાઇવે રોડ પર આવેલ સિદ્ધેશ્વરી માતાના મંદિર સામે આવેલ સોસાયટીની બાજુના ખુલ્લા મેદાનમાં સૂકા ઘાસમાં આગ લાગતાં સોસાયટીના રહીશોમાં દોડધામ મચી હતી. જેમાં આગ લાગવાની જાણ સોસાયટીના રહીશ દ્વારા વિસનગર ફાયર ટીમને કરતા ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલ સહિત ટીમ બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં સૂકા ઘાસમાં લાગેલ આગ વધુ વિકરાળ ન બને તે પહેલા જ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સૂકા ઘાસમાં આગ લાગતાં કોઈ નુકશાન થયું ન હતું અને સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.